શુક્રવારે, ઓગસ્ટના પહેલા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 81,230 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 5 પોઈન્ટ વધીને 24,760ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરમાંથી 10 શેરમાં તેજી અને 20 શેરમાં ઘટાડો છે. સન ફાર્માના શેરમાં 5.5% ઘટાડો થયો છે. મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના શેરમાં પણ લગભગ 2% ઘટાડો થયો છે. HULના શેરમાં 3.85% વધારો થયો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરમાં ઘટાડો અને 13 શેરમાં તેજી છે. NSEના ફાર્મા 2.75%, હેલ્થકેર 2.33% અને મેટલ ઇન્ડેક્સ 1% ઘટ્યા છે. ઓટો, IT અને મેટલ પણ ઘટાડો છે. FMCG 1.39%ની તેજી છે. ગ્લોબલ માર્કેટમાં ઘટાડો જુલાઈમાં FIIsએ રૂ. 47,667 કરોડના શેર વેચ્યા ગઈકાલે બજાર લગભગ 300 પોઈન્ટ ઘટ્યું હતું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાતની ભારતીય શેરબજાર પર કોઈ અસર દેખાઈ નહીં. ગુરુવારે (31 જુલાઈ) સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 87 પોઈન્ટ ઘટીને 24,768 પર બંધ થયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડમાં, તે લગભગ 700 પોઈન્ટ ઘટ્યો હતો, પછી 1000 પોઈન્ટ સુધર્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 વધ્યા અને 23 ઘટ્યા. NSEના મેટલ, ફાર્મા અને ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ઘટાડો થયો. FMCG 1.44% વધીને બંધ થયા.
Click here to
Read more