ફિલ્મ 'કલ્કી 2898 AD' ના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હવે તેની સિક્વલનો ભાગ નથી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં, ટીમે કહ્યું- "સાવધાનીપૂર્વક વિચાર કર્યા પછી, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલી ફિલ્મની લાંબી સફર છતાં, અમે યોગ્ય ભાગીદારી બનાવી શક્યા નહીં. અને 'કલ્કી 2898 AD' જેવી ફિલ્મ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને વધુની જરૂરિયાત હોય છે. અમે તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવીએ છીએ." આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે, અને તેનું ડિરેક્શન નાગ અશ્વિન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ "કલ્કી 2898 AD" 27 જૂન, 2024 ના રોજ રિલીઝ થઈ હતી. સ્ટોરી મહાભારતના કુરુક્ષેત્ર યુદ્ધના અંતથી શરૂ થાય છે અને 2898 ADના ભવિષ્યના વર્ષ સુધી આગળ વધે છે. 'કલ્કી 2898 AD' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, જેણે વિશ્વભરમાં ₹1000 કરોડથી વધુની કમાણી કરી હતી. દીપિકા પાદુકોણ ફિલ્મ 'સ્પિરિટ'માંથી બહાર થઈ ગઈ હતી
દીપિકા પાદુકોણે અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' છોડી દીધી હતી. દીપિકાની માંગણીઓમાં આઠ કલાકની શિફ્ટ, મોટી ફી, નફાનો હિસ્સો અને તેલુગુ ડાયલોગ ન બોલવાનો સમાવેશ થતો હતો. દીપિકા સપ્ટેમ્બર 2024માં બાળકની અપેક્ષા રાખતી હોવાથી, તે અઠવાડિયામાં પાંચ દિવસ ફક્ત આઠ કલાકની શિફ્ટ ઇચ્છતી હતી. સંદીપ આ માંગણીઓથી ખુશ ન હતો, જેના કારણે તેને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હતી.
Click here to
Read more