ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ફંડો આક્રમક તેજીમાં આવ્યા:નિફટી ફ્યુચર 25808 પોઈન્ટ ઉપર તેજી શક્ય
1 week ago

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવતાં અને હવે યુક્રેન-રશીયા વચ્ચે પણ સમાધાન થવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસને જીઓપોલિટીકલ ટેન્શન દૂર થઈ વિશ્વ ફરી ઔદ્યોગિક-આર્થિક વૃદ્ધિના પથ પર સવાર થવાની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક પોઝિટીવ પરિબળો સાથે સ્થાનિક સ્થળે ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ તેમજ ઘણા ભાગોમાં શ્રીકાર વર્ષાએ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષાએ અને ક્રુડ ઓઈલના ભાવ ઘટવાના પોઝિટીવ પરિબળે ફંડો આક્રમક તેજીમાં આવ્યા હતા. એશિયન શેરબજારમાં ઉછાળાની પણ સ્થાનિક બજારમાં અસર જોવા મળી હતી. ભારતીય શેરબજાર માટે ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ વેચવાલીમાં વધારો પડકારરૂપ બની શકે છે, જો કે ભારતનો ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો સાથે વૈશ્વિક પડકારો અને જિઓ-પોલિટિકલ ટેન્સનની અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્ રહ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન દૂર થતા તેમજ સપ્ટેમ્બર માસ પહેલાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ શુક્રવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો, જોકે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણમાં થોડી મજબૂતીથી રૂપિયામાં વધુ વધારો મર્યાદિત રહ્યો છે. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.38% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.54% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4165 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1760 અને વધનારની સંખ્યા 2251 રહી હતી, 154 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ 3.06%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.43%, પાવર ગ્રીડ કોર્પોરેશન 2.11%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.56%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.39%, ભારત ઈલેક્ટ્રોનિક્સ 1.19%, હિન્દુસ્તાન યુનીલીવર 1.14%, સન ફાર્મા 1.12% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.05% વધ્યા હતા, જયારે ટ્રેન્ટ લિ. 1.42%, ઝોમેટો લિ. 1.13%, ટેક મહિન્દ્રા 0.93%, એકસિસ બેન્ક 0.74%, ટાઈટન કંપની લિ. 0.66%, બજાજ ફાઈનાન્સ 0.52%, બજાજ ફિનસર્વ 0.46%, એચડીએફસી બેન્ક 0.43% અને મારુતિ સુઝુકી 0.43% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.60 લાખ કરોડ વધીને 460.12 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 કંપનીઓ વધી અને 12 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા... મિત્રો, વર્તમાન જૂન મહિનામાં રિટેલ રોકાણકારો સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ ફરી સક્રીય બન્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન મહિનામાં રિટેલ રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસ કેશમાં અત્યાર સુધી અંદાજીત રૂ.5600 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી. જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પના કુણા વલણ તથા વૈશ્વિક તંગદિલીમાં થઈ રહેલા ઘટાડાને કારણે જૂનમાં ભારત સહિતના શેરબજારો ફરી ઊંચકાતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા ફરી ખરીદી શરૂ થયાનું જોવા મળી રહ્યું છે. રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ ભારતીય ઈક્વિટીસમાં ખરીદી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ટેરિફ વોરની બજાર પર અસરને કારણે વર્તમાન વર્ષના માર્ચમાં રિટેલ રોકાણકારોએ ઈક્વિટીસમાંથી રૂ.14325 કરોડની વેચવાલી કરી હતી, જે વર્ષ 2016 બાદ કોઈ એક મહિનામાં તેમનો સૌથી મોટો આઉટફલોસ રહ્યો હતો. ત્યારબાદ ટેરિફ વોરને કારણે એપ્રિલ તથા મે માસમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી, જો કે વર્તમાન મહિનામાં ઈક્વિટીસના વેપાર વોલ્યુમમાં વધારો થયો છે ત્યારે આગામી દિવસોમાં રિટેલ રોકાણકારો સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો કેવો રોકાણ વ્યુહ અપનાવે છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
Click here to
Read more