ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ બદલાવ કર્યા છે. જ્યારે ઇંગ્લેન્ડે કોઈ જ ફેરફાર કર્યો નથી. આજે મેચનો પહેલો દિવસ છે અને પહેલો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને કરુણ નાયર ક્રિઝ પર છે. ક્રિસ વોક્સે કેએલ રાહુલને બોલ્ડ કર્યો. રાહુલે 25 બોલમાં 2 રન બનાવ્યા. 143 વર્ષ જૂના આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ટીમને આ મેદાન પર એક પણ જીત મળી નથી.
Click here to
Read more