Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    જાનકી બોડીવાલાએ ફિલ્મ માટે માથું મુંડાવ્યું:'વશ લેવલ 2'માં એક્ટ્રેસનો બાલ્ડ લુક જોવા મળ્યો, 27 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે

    3 months ago

    કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ 'વશ લેવલ 2' 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ 'વશ'ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ 'શૈતાન' પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકી IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો અવૉર્ડ શાહરુખ ખાનના હાથે આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જ 'વશ લેવલ 2' ફિલ્મની અનાઉન્સમેન્ટ કરતું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. 36 સેકન્ડના આ ટીઝરમાં જાનકી બોડીવાલા ધીમે ધીમે પોતાનો ચહેરો બતાવે છે. જાનકીના માથે એક પણ વાળ નથી અને તે બાલ્ડ લુકમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ હિતુ કનોડિયાના રોલનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં હિતુ કનોડિયાના ચહેરા પર ડર જોવા મળ્યો હતો આ ફિલ્મની વાર્તા સારા અને ખરાબ વચ્ચેની લડાઈ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે જાનકી બોડીવાલા હવે બોલિવૂડ ફિલ્મ 'મર્દાની 3'માં રાની મુખર્જી સાથે જોવા મળશે. ફિલ્મ 'મર્દાની 3'નું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળી પર રિલીઝ થશે. જાનકી બોડીવાલા પણ રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.
    Click here to Read more
    Prev Article
    આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો:સોનું ₹284 ઘટીને ₹96,737 પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદીનો ભાવ 1.07 લાખ પ્રતિ કિલો થયો
    Next Article
    All About Truth Social: How Many Subscribers It Has, Who Are Prominent Users

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment