ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 19' તેની શરૂઆત પહેલાંથી જ સમાચારમાં છે. આ શો ન માત્ર દર્શકો વચ્ચે ટ્રેન્ડ કરી રહ્યો છે, પરંતુ ટેલિવિઝન વ્યૂઅર પોઈન્ટ (TRP)ની દૃષ્ટિએ પણ આગળ છે. 1.6 TRPથી શરૂ કરીને, તેણે આખા અઠવાડિયા દરમિયાન સરેરાશ 1.3 TRP જાળવી રાખ્યો છે. 'બિગ બોસ 19' શોનો પહેલો એપિસોડ 24 ઓગસ્ટના રોજ પ્રસારિત થયો હતો. આ વખતે બધાં એપિસોડ પહેલાં રાત્રે ૯ વાગ્યે OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ, તે 'કલર્સ' ચેનલ પર રાત્રે 10ઃ30 વાગ્યે પ્રસારિત થાય છે. 'બિગ બોસ ખબરી' (સોશિયલ મીડિયા ફેન પેજ) અનુસાર, લોન્ચ એપિસોડમાં 1.6 TRP સાથે શોએ આ સ્લોટમાં શાનદાર શરૂઆત કરી છે, અને આખા અઠવાડિયા દરમિયાન તેનું સરેરાશ રેટિંગ 1.3 TRP રહ્યું છે. જિયો હોટસ્ટાર પર પ્રસારિત થતા 'બિગ બોસે' આ સિઝનમાં અત્યાર સુધીના બધાં રેકોર્ડ તોડી નાખ્યા છે, ગયા સિઝન કરતાં 2.3 ગણી વધુ પહોંચ અને 2.4 ગણો વધુ વૉચ-ટાઇમ મેળવ્યો છે, અને તે અન્ય તમામ રિયાલિટી શો કરતાં પણ આગળ છે. આ શો 24 ઓગસ્ટથી શરૂ થયો છે 'બિગ બોસ 19' શો 24 ઓગસ્ટથી શરૂ થયો છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી છે. પરંતુ આ વખતે કોન્સેપ્ટ વધુ રસપ્રદ છે. આ વખતે શોની થીમ લોકશાહી છે. 'બિગ બોસ'નું ઘર સંપૂર્ણપણે આ થીમના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વખતે સલમાન ખાનની સ્ટાઇલ સંપૂર્ણપણે અલગ છે. આ વખતે શો 3 મહિનાને બદલે 5.5 મહિના ચાલશે.
Click here to
Read more