Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    '19 સ્ટાર્સને એકસાથે હેન્ડલ કરવાનો અનુભવ અદ્ભુત હતો':ડિરેક્ટર તરુણ મનસુખાનીએ 'હાઉસફુલ 5'ની કાસ્ટિંગ, શૂટિંગ સમયની મસ્તીના કિસ્સા વર્ણવ્યા

    3 months ago

    હાઉસફુલ ફ્રેન્ચાઇઝની ફિલ્મ 'હાઉસફુલ-5'ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. પડદા પર આટલી મોટી સ્ટારકાસ્ટ, કોમેડી અને હત્યાના રહસ્યના ડોઝ પાછળ પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર તરુણ મનસુખાની છે. તરુણ લાંબા સમય પછી ડિરેક્શનમાં આવ્યા છે અને દર્શકોને એક પારિવારિક મનોરંજક ફિલ્મ આપી છે. તરુણે 'હાઉસફુલ-5' મળવાથી લઈને તેના નિર્માણ સુધીનો પોતાનો અનુભવ દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યો છે. 'હાઉસફુલ-5' તમને કેવી રીતે મળી? કોવિડ પુરો થઈ ગયા પછી એક દિવસ મને નડિયાદવાલા ગ્રેન્ડસનના સીઈઓ દીપ્તિ જિંદલનો ફોન આવ્યો. તેણીએ કહ્યું કે, તે મને મળવા માંગે છે. અમે કોફી પર મળ્યા, ત્યાં તેણીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે તમે 'હાઉસફુલ-5'નું ડિરેક્શન કરો. મને થોડો આઘાત લાગ્યો. અચાનક મને આટલી મોટી ફ્રેન્ચાઇઝ ઓફર કરવામાં આવી રહી છે. મેં તેણીને પૂછ્યું કે શું તમને ખાતરી છે? તેણીએ કહ્યું હા. તમે ઓફિસમાં આવીને સાજિદ સરને મળો. હું સાજિદને મળવા ગયો, ત્યાં તેણે મને કહ્યું કે તમે આ ફિલ્મને કઈ રીતે જુઓ છો, તે બે પાનામાં લખીને આપો. હું ઘરે ગયો અને ફક્ત ત્રણ-ચાર કલાકમાં બે પાના લખીને તેને મોકલી દીધા. તેણે મેઇલ વાંચ્યો અને અમે બીજા દિવસે ફરી મળ્યા. સાજિદે મને કહ્યું કે, આપણે એક જ દિશામાં વિચારી રહ્યા છીએ. ચાલો સાથે કામ કરીએ. મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલી મોટી ફ્રેન્ચાઇઝ મળશે. મને આટલી મોટી કાસ્ટ અને સપોર્ટિવ પ્રોડ્યૂસર મળશે. તેમના 57મા જન્મદિવસ પર તેમણે મને ભારતની સૌથી મોટી કોમેડી ફ્રેન્ચાઇઝીની જવાબદારી સોંપી. આ પહેલી ફ્રેન્ચાઇઝી છે, જેની પાંચમી ફિલ્મ રિલીઝ થઈ છે. 'હાઉસફુલ' ફ્રેન્ચાઇઝી તેની કોમેડી માટે જાણીતી છે. કોમેડી સાથે મર્ડર મિસ્ટ્રીનો વિચાર કેવી રીતે આવ્યો? આ આખો વિચાર સાજિદ સરનો હતો. તેમની પાસે પહેલેથી જ આ આખી વાર્તા હતી કે, ફિલ્મમાં ત્રણ જોલી છે, તેઓ આવે છે અને પછી એક હત્યા થાય છે. મેં ફિલ્મ સાઇન કર્યા પછી તેમણે મને બેસાડી અને કહ્યું કે, આ ફિલ્મમાં બે ક્લાઇમેક્સ હશે. જે તેમણે 30 વર્ષ પહેલાં વિચારી રાખ્યું હતું. મને તેમનો ક્લાઇમેક્સનો વિચાર માઇન્ડ બ્લોઈંગ લાગ્યો. કોમેડી-મર્ડર મિસ્ટ્રીના કારણે હું પહેલેથી જ ઉત્સાહિત હતો. મારે બે અલગ અલગ શૈલીઓનું સંયોજન કરીને ફિલ્મ બનાવાની હતી. મેં ક્યારેય મર્ડર મિસ્ટ્રી પર કામ કર્યું નથી, તેથી મારી પાસે કોઈ માહિતી નહોતી. હું આખી પ્રક્રિયા વિશે વિચારીને ખૂબ જ ઉત્સાહિત હતો. તમે પહેલા પણ મોટી સ્ટાર કાસ્ટ સાથે કામ કર્યું છે. પણ આ ફિલ્મમાં 19 સ્ટાર્સ છે. તમે આટલી મોટી કાસ્ટને કેવી રીતે હેન્ડલ કરી? મને નથી લાગતું કે કોઈ પણ ડિરેક્ટરે ક્યારેય વિચાર્યું હશે કે, તે એક ફિલ્મમાં 19 મોટા સ્ટાર્સને સંભાળી શકશે. લોકોના કરિયરમાં આટલા સ્ટાર્સ નથી હોતા, જેટલા મારી એક ફિલ્મમાં છે. આનો બધો શ્રેય સાજિદ સરને જાય છે. જો હું કંઈ વિચારતો, તો તે તેને શક્ય બનાવતા. તે ફોન ઉપાડતા અને બીજી બાજુના વ્યક્તિને કહેતા કે હું તરુણને મોકલી રહ્યો છું, તે 'હાઉસફુલ 5' માટે મળવા માંગે છે. સામેની વ્યક્તિ 'હાઉસફુલ'નું નામ સાંભળીને જ હા પાડી દેતી હતી. સાજીદ તેમને કહેતા કે, અરે રોલ શું છે એ તો સાંભળી લે. સામેથી જવાબ આવતો કે, તમે આ ફિલ્મમાં છો અને હાઉસફુલ ફ્રેન્ચાઇઝી છે, બસ એટલું જ ઘણું છે. આ ફિલ્મને દરેક વ્યક્તિએ માત્ર પ્રેમ આપ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર જેવા દિગ્ગજ કલાકારોને સામેલ કરવાનો વિચાર કોનો હતો? શરૂઆતમાં વાર્તામાં ફક્ત 6 લોકો હતા, જે ફ્રેન્ચાઇઝની પાછલી ફિલ્મોમાં પણ હતા. ફિલ્મ લખતા લખતા ધીમે ધીમે બાકીના પાત્રો ઉમેરવામાં આવ્યા. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની ભૂમિકાની વાત આવી, ત્યારે સરે ફરદીનનું નામ સૂચવ્યું. મેં આ નામ વિશે વિચાર્યું પણ નહોતું. તેવી જ રીતે, તેમણે બેબીની ભૂમિકા માટે ડીનો મોરિયાનું નામ સૂચવ્યું. તે બંને ખૂબ સારા હતા. જ્યારે બાબા-બીડુની ભૂમિકાઓ લખાઈ, ત્યારે મને આશ્ચર્ય થયું કે હવે તે કોણ ભજવશે. સરે કહ્યું કે ચાલો સંજય અને જેકીને લઈએ. આ સાંભળીને મારી પહેલી પ્રતિક્રિયા એ હતી કે, આપણે આટલું મોટું વિચારી રહ્યા છીએ! મને લાગ્યું હતું કે કેટલાક નવા ચહેરાઓ હશે, પણ મેં સંજય અને જેકી સાથે વાત કરી અને તેઓ બંને સંમત થઈ ગયા. એ જ રીતે, જ્યારે ગંભીર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવાની વાત આવી, ત્યારે સાજિદ સરએ નાના પાટેકરનું નામ લીધું. હું નાના સરને મળ્યો. તેમને મળતા પહેલા બધાએ મને કહ્યું હતું કે, તેઓ ખૂબ ગુસ્સે થાય છે. તેઓ કોઈપણ બાબતમાં લોકોને ઠપકો આપે છે, પરંતુ મને તેઓ ખૂબ જ મીઠા વ્યક્તિ લાગ્યા. તેઓ મને ખૂબ જ ઉષ્માભર્યા મળ્યા. મેં તેમના કરતાં વધુ મીઠી વ્યક્તિ ક્યારેય જોઈ નથી. 'હાઉસફુલ-5'નો સેટ અને વાતાવરણ કેવું હતું? આ સેટ પર ફક્ત મસ્તી થતી હતી. જો તમને મજા ન આવતી હોય, તો તમે આ ફિલ્મ છોડી શકો છો. અહીં તમારી જરૂર નથી. સેટ પર કોઈ ભૂલનો કે સેટ પરથી પડી જવાનો કોઈ બોજ નહોતો. બધા ભેગા થતા, વસ્તુઓ સુધારતા અને મસ્તી-મજાકની વચ્ચે વચ્ચે ફિલ્મનું શૂટિંગ થઈ જતું હતું. ફિલ્મ નિર્માણમાં જેટલી મજા આવે છે, તે સૌથી વધુ મેં આ ફિલ્મના સેટ પર અનુભવી. નાના પાટેકર, સંજય દત્ત અને જેકી શ્રોફને ડિરેક્ટ કરવાનો અનુભવ કેવો રહ્યો? તેમને ડિરેક્ટ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત હતો. મને ક્યારેય એવું લાગ્યું ન હતું કે, તેઓ આટલા મોટા સ્ટાર છે. તેઓ ખૂબ જ સરળ છે, સેટ પર મસ્તી કરે છે અને હંમેશા મજાક કરે છે. છતાં પણ તેમની પાસે એક સ્વેગ છે. તેમની કોમેડી ટાઇમિંગ અદ્ભુત છે, જેની મને ખબર નહોતી. કોમેડીમાં અક્ષય અને રિતેશ દેશમુખની જોડી જાદુઈ છે. બંનેએ સાથે ઘણું કામ કર્યું છે. હવે તેમને ડિસ્કશન કરવાની જરૂર નથી પડતી. તેઓ એકબીજાને જોઈને જ સમજી જાય છે. ક્યારેક રિતેશ અક્ષય પર હસે છે અને તે સમજી જાય છે. પછી બંને મળીને કંઈક એવું બનાવે છે, જે અદ્ભુત હોય છે. અક્ષય કહે છે કે, તેના વાયરલ મીમવાળા સીન સેટ પર તરત બનાવેલા હોય છે. શું હાઉસફુલના સેટ પર પણ તેમણે જાતે કંઈ એવું ક્રિએટ કર્યું? 'કાંચી'નું આખું ગીત અક્ષયે કમ્પોઝ કર્યું છે. મને યાદ છે કે, જ્યારે તેનો ઇન્ટ્રોડક્શન સીન શૂટ થઈ રહ્યો હતો, ત્યારે તેણે મને ફોન કરીને કહ્યું કે 'કાંચી' નેપાળની છે, તો આપણે તેને કેમ ન નેપાળીમાં બોલાવીએ? મેં તેને કહ્યું કે, મને ખબર નથી કે નરગીસ તે કરી શકશે કે નહીં. અક્ષયે મને કહ્યું કે, ચિંતા ન કરો, તે થઈ જશે. પછી તેણે કેમેરા સામે નરગીસને બોલાવી. અમે ત્યાં બેસીને આખું ગીત ફરીથી લખ્યું. અક્ષયે આખી લાઇન વોઇસ નોટમાં રેકોર્ડ કરી અને નરગીસને આપી અને તેને રિહર્સલ કરવાનું કહ્યું. અમે કોઈને આ વાત કહી નહીં. જ્યારે તે સેટ પર આવી અને બોલવા લાગી, ત્યારે સેટ પર આખું યુનિટ હસી હસીને લોટપોટ થઈ ગયું હતું. શું તમને લાગે છે કે તમારી ફિલ્મ એક પારિવારિક મનોરંજન ફિલ્મ છે અને તેથી જ લોકો થિયેટરોમાં ઉમટી રહ્યા છે? હા, બિલકુલ. જેમ તમે કહ્યું, આપણને સૌથી વધુ હસવાની જરૂર હતી. એક સિનેમા હોલમાં, જ્યાં આખી કમ્યુનિટી સાથે ફિલ્મ જોઈ રહી હોય, લાઇટ બંધ કર્યા પછી, એક ખૂણામાંથી હાસ્ય અથવા જો તે હોરર ફિલ્મ હોય તો ચીસોનો અવાજ આવે છે. આ ફક્ત થિયેટરમાં જ થઈ શકે છે. તમને ઘરે આ અનુભૂતિ નહીં મળે. તમે ઘરે કોઈપણ સાઉન્ડ સિસ્ટમ અથવા સ્ક્રીન ઇન્સ્ટોલ કરી શકો છો પણ તમને થિયેટર જેવો ઉત્સાહ નહીં મળે. કેટલાક વિવેચકો તમારી ફિલ્મને મિસોજિનિસ્ટ (સ્ત્રી-દ્વેષી) અને ક્રિન્જ કહી રહ્યા છે. શું તમે આવા લોકોને કંઈક કહેવા માંગો છો? આ એ જ લોકો છે, જે ઢાબા પર જઈને સિઝર્સ સલાડ માંગે છે. હું આવા લોકો પર ધ્યાન આપતો નથી. તમે જે કહેવા અથવા લખવા માંગો છો તે લખો, આંકડા જ બોલે છે. સાચો પ્રતિસાદ દર્શકો આપે છે અને અમને ત્યાંથી પ્રેમ મળી રહ્યો છે. શું તમારી બકેટ લિસ્ટમાં કોઈ સ્ટાર છે, જેની સાથે તમે કામ કરવા માંગો છો? મારી યાદીમાં ફક્ત એક જ વ્યક્તિ છે, અમિતાભ બચ્ચન. હું ઈચ્છું છું કે, મને ફક્ત એકવાર તેમને ડિરેક્ટ કરવાની તક મળે. હું હંમેશા કંઈક એવું લખતો રહીશ, જ્યાં હું તેમના માટે એક સીન લખી શકું અને તેઓ તે સીન કરી દે.
    Click here to Read more
    Prev Article
    2 years after sister's death in dal pot, girl falls in hot chhole kadhai, dies
    Next Article
    65 dead in Uttarakhand rain-related incidents this month, double last year's June tally

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment