Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને 83,100 પર ટ્રેડિંગ:નિફ્ટી 50 પોઇન્ટ ઘટ્યો, ટ્રેન્ટ શેર 10% ઘટ્યા; ઓટો, મેટલ અને બેંકિંગ શેરોમાં વેચવાલી

    3 months ago

    આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, 4 જુલાઈના રોજ સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને 83,100 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી લગભગ 50 પોઈન્ટ ઘટીને 25,350 પર છે. સેન્સેક્સના 30માંથી 19 શેર ઘટ્યા છે. ટ્રેન્ટના શેર 10% ઘટ્યા છે. ટાટા સ્ટીલ, એમ એન્ડ એમ અને ટેક મહિન્દ્રાના શેર લગભગ 2% ઘટ્યા છે. બજાજ ફાઇનાન્સ, એટરનલ, બજાજ ફિનસર્વના શેર 1.5% વધ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. NSEના ઓટો, મેટલ, બેંકિંગ અને નાણાકીય સેવાઓના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. મીડિયા, IT, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વધારો જોવા મળ્યો છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર સ્થાનિક રોકાણકારોએ ૩ જુલાઈના રોજ ₹1,333 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજાર 400 પોઈન્ટના વધારા પછી 170 પોઈન્ટ ઘટ્યું હતું આજે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે, એટલે કે ગુરુવાર, 3 જુલાઈના રોજ, સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 83,239 પર બંધ થયો. નિફ્ટી પણ 48 પોઈન્ટ ઘટીને 25,405 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેર ઘટીને બંધ થયા. કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સમાં ઘટાડો થયો. મારુતિ, ઇન્ફોસિસ અને એનટીપીસીમાં ખરીદી જોવા મળી. નિફ્ટીના 50 શેરોમાંથી 32 શેરોમાં ઘટાડો થયો અને 17 શેરોમાં વધારો થયો. જ્યારે એકમાં પણ કોઈ ફેરફાર થયો નહીં. NSEના મેટલ, રિયલ્ટી અને સરકારી બેંકિંગ શેરોમાં 1% સુધીનો ઘટાડો થયો. મીડિયા, FMCG, ઓટો અને ફાર્મા શેરોમાં વધારો થયો.
    Click here to Read more
    Prev Article
    જાણીતી ગુજરાતી એક્ટ્રેસના પુત્રએ મોતની છલાંગ લગાવી:ટ્યુશન જવાનું કહેતાં 14 વર્ષીય પંતે 57મા માળેથી પડતું મૂક્યું; મુંબઈના કાંદિવલીની ઘટના
    Next Article
    "NC Classic Became Possible Due To Governments' Support": Neeraj Chopra To NDTV

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment