લોકપ્રિય ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ'ની 19મી સીઝન 24 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. શોમાં 16 સ્પર્ધકોએ એન્ટ્રી કરી છે અને પહેલા જ દિવસે તેમની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા છે. વાસ્તવમાં, આ સીઝનમાં કુલ 16 સ્પર્ધકો છે, પરંતુ 'બિગ બોસ'ના ઘરમાં ફક્ત 15 બેડ આપવામાં આવ્યા છે. જ્યારે ઘરના સભ્યોને નક્કી કરવાનું કહેવામાં આવ્યું કે, કયા સ્પર્ધકને બેડ નહીં આપવામાં આવે, ત્યારે બધાં બેડ મેળવવા માટે ઝઘડવાં લાગ્યાં. આ દરમિયાન, સિનિયર એક્ટ્રેસ કુનિકા ખૂબ ગુસ્સે જોવા મળી. 'કલર્સ' ચેનલ દ્વારા શોના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં, બિગ બોસે ઘરના સભ્યોને એવા સ્પર્ધકને પસંદ કરવા કહ્યું, જેનું વ્યક્તિત્વ અન્ય ઘરના સભ્યો માટે સૌથી ઓછું પ્રભાવશાળી હોય. તે વ્યક્તિને બેડ આપવામાં આવશે નહીં. નિર્ણય લેવાની દોડમાં, સ્પર્ધકો એકબીજા સાથે ઝઘડી પડ્યાં. આ દરમિયાન, યુટ્યુબર મૃદુલ તિવારી અને એક્ટ્રેસ કુનિકા સદાનંદ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. કુનિકાએ ગુસ્સામાં તેને કહ્યું , 'હીરો બનવાનો પ્રયાસ ના કર, મને નામ જણાવ.' હાલમાં, પ્રોમોમાં એ જાહેર કરવામાં આવ્યું નથી કે, ઘરના સભ્યો કયા સભ્યના નામ પર સંમત થાય છે. આ સ્પર્ધકોએ બિગ બોસ 19માં એન્ટ્રી કરી અશ્નુર કૌર- 'પટિયાલા બેબ્સ' શોની એક્ટ્રેસ અશ્નુર કૌરે શોમાં પ્રવેશ કર્યો છે. તેણે 'બિગ બોસ 19'ના ઘરમાં પ્રથમ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. ઝીશાન કાદરી- ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના લેખક, ઝીશાન કાદરી પણ 'બિગ બોસ 19'નો ભાગ બન્યા છે. તાન્યા મિત્તલ- પોપ્યુલર ઇન્ફ્લુએન્સર તાન્યા મિત્તલે પણ શોમાં પ્રવેશ કર્યો છે. મહાકુંભમાં ભાગદોડ દરમિયાન લોકોને બચાવવાના દાવા બદલ તાન્યાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આવેઝ દરબાર- નગ્મા મિરાજકર- પોપ્યુલર ઇન્ફ્લુએન્સર કપલ અવેઝ દરબાર અને નગ્મા મિરાજકર પણ એક સાથે શોમાં પ્રવેશ્યા છે. અવેઝ દરબાર એક્ટ્રેસ ગૌહર ખાનનો દિયર છે. ગૌહર ખાન 'બિગ બોસ 7'ની વિનર રહી ચૂકી છે. નેહલ ચુડાસમા- 'મિસ યુનિવર્સ 2018'માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોડેલ નેહલ ચુડાસમા પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોડાઈ છે. આ ઉપરાંત, નેહલ ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. બશીર અલી- મોડેલ અને 'સ્પ્લિટ્સવિલા 10'નો વિજેતા બશીર અલી પણ 'બિગ બોસ 19'નો ભાગ છે. અભિષેક બેનર્જી- અભિનેતા અભિષેક બજાજ પણ આ શોમાં દેખાયા છે. તેણે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' અને 'ચંદીગઢ કરે આશિકી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ગૌરવ ખન્ના- લોકપ્રિય ટીવી શો 'અનુપમા'માં અનુજનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલો એક્ટર ગૌરવ ખન્ના પણ આ શો સાથે સ્પર્ધક તરીકે જોડાયેલા છે. નટાલિયા- મોડલ અને એક્ટ્રેસ નટાલિયા પણ આ શોમાં જોવા મળી છે. તે 'હાઉસફુલ 5' અને 'મસ્તી' ફિલ્મ ફ્રેન્ચાઇઝમાં જોવા મળી છે. તે આગામી દિવસોમાં 'મસ્તી 5'માં જોવા મળશે. પ્રણીત મોરે- લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરે પણ આ શોનો ભાગ છે. તેણે પ્રીમિયરમાં પોતાની કોમેડીથી સલમાન ખાનને ખૂબ હસાવ્યો. અમાલ મલિક- ગાયક અમાલ મલિક પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોડાયો છે. શોમાં તેમની એન્ટ્રીથી હોસ્ટ સલમાન ખાન પણ આશ્ચર્યચકિત થયો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલા, અમાલે પોતાના પરિવાર સાથેના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરીને ચર્ચામાં આવ્યો હતો. આ સિવાય મોડલ ફરહાના ભટ્ટ, ભોજપુરી એક્ટ્રેસ નીલિમા ગિરી, સિનિયર એક્ટ્રેસ કુનિકા સદાનંદ, ઇન્ફ્લુએન્સર મૃદુલ તિવારી પણ આ શોનો ભાગ છે.
Click here to
Read more