રવિવારે 7 જુલાઇ 2025ના રોજ સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા છે. સાંજે 7:00 વાગ્યા પછીથી, હજારો યુઝર્સે મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી. આ આઉટેજની અસર લગભગ સમગ્ર દેશમાં યુઝર્સન તો કોલ કરી શક્યતા અને ન તો મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકતા. ડાઉનડિટેક્ટર વેબસાઇટ અનુસાર દેશભરમાં જિયો સર્વિસ ડાઉન થયાની 15 હજારથી પણ વધુ ફરિયાદો નોંધાઈ છે. યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી
જિયો યુઝર્સે ટ્વિટર પર પોતાની સમસ્યાઓ શેર કરી અને #JioDown ટ્રેન્ડ બનાવ્યો. ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા જેમાં નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતું. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે તેઓ 'નો સર્વિસ' લખેલું જોઈ રહ્યા હતા અને કોલ પણ કરી શકતા ન હતા. કંપનીની સેવાઓ હાલમાં સુધરી રહી છે
રાહતની વાત એ છે કે Jioની સેવાઓ હવે ધીમે ધીમે સારી થઈ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે બધી સેવાઓ હવે સામાન્ય છે અને યુઝર્સ પહેલાની જેમ કોલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ વપરાશકર્તાને હજુ પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેમને ફોન રીસ્ટાર્ટ કરવા, એરપ્લેન મોડ ચાલુ કરવા અથવા WiFiથી કનેક્ટ થવાની સલાહ આપવામાં આવે છે. અગાઉ પણ થયું હતું સર્વર ડાઉન
ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ સોમવાર, 16 જૂન, 2025ના રોજ બપોરે દેશના વિવિધ ભાગોમાં અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે લાખો યુઝર્સ પ્રભાવિત થયા હતા. બપોરે 1:30થી 2:30 વાગ્યાની વચ્ચે, હજારો યુઝર્સે મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં સમસ્યાઓની ફરિયાદ કરી હતી. જોકે, પછી કંપનીની સેવાઓ ફરી એકવાર પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી.
Click here to
Read more