ઉત્તરાખંડમાં બે દિવસમાં આ બીજો વાદળ ફાટવાની ઘટના છે. 17 સપ્ટેમ્બરની રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. કુંત્રી લંગાફલી વોર્ડમાં છ ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સાત લોકો ગુમ છે. બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અગાઉ, 16 સપ્ટેમ્બરના રોજ, દહેરાદૂનમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. દહેરાદૂનથી મસૂરી સુધીના 35 કિલોમીટરના પટ્ટાને ઘણી જગ્યાએ નુકસાન થયું હતું. પરિણામે, સતત ત્રીજા દિવસે 2,500 પ્રવાસીઓ મસૂરીમાં ફસાયા હતા. આ સિઝનમાં હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર, ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે 419 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંનેને હાઇ એલર્ટ પર રાખ્યા છે. આ વર્ષે 24 મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચ્યું હતું. અત્યારસુધીમાં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ વરસ્યો છે અને એ ત્રણ રાજ્યો: રાજસ્થાન (પશ્ચિમ), પંજાબ અને હરિયાણામાંથી વિદાય લેવાનું શરૂ કરી રહ્યું છે, જોકે એ વિદાય લેતી વખતે પણ અન્ય સાત રાજ્યમાં વધારાનો વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગ અને ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) અનુસાર, સપ્ટેમ્બરના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અને ઓક્ટોબરની શરૂઆત સુધી મોટા લો પ્રેશરવાળા ક્ષેત્ર સાથે ભારે વરસાદની શક્યતા છે. 25 કે 26 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં એક મોટી ચોમાસાની સિસ્ટમ, જેને લો-પ્રેશર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે, એ વિકસી રહી છે. આના કારણે પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. રાજ્યોના હવામાનના ફોટા... દેશની હવામાન સ્થિતિ જાણવા માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
Click here to
Read more