હૃિતિક રોશને પોતાનો સમુદ્ર કિનારે રહેલો એપાર્ટમેન્ટ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને ભાડે આપ્યો છે. આ માટે સબા આઝાદે દર મહિને ભાડા તરીકે 75,000 રૂપિયા ચૂકવવા પડશે, જોકે બ્રોકરના મતે, એપાર્ટમેન્ટ જ્યાં સ્થિત છે તે સ્થાનનું ભાડું 1-2 લાખની વચ્ચે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં બ્રોકરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુંબઈના જુહુ વર્સોવા લિંક રોડ પર સ્થિત 3 BHK એપાર્ટમેન્ટનો બિલ્ટ-અપ એરિયા 1300 ચોરસ ફૂટ છે. જેનું ભાડું લગભગ 1-2 લાખ છે. સબા આઝાદે 4 ઓગસ્ટ, 2025 ના રોજ તેનો લાઇસન્સ કરાર કરાવ્યો છે, જેના માટે તેણે 1.25 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. હૃિતિક રોશને 97.5. કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો એપાર્ટમેન્ટ ઓક્ટોબર 2020 માં, હૃિતિક રોશને મન્નત બિલ્ડિંગમાં 2 સમુદ્ર તરફના એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. જેની કિંમત તે સમયે 97.5 કરોડ રૂપિયા હતી. પહેલો એપાર્ટમેન્ટ 27,534.85 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જેના માટે હૃિતિકે 67.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બીજા એપાર્ટમેન્ટનો વિસ્તાર 11,165 ચોરસ ફૂટ છે, જે એક્ટરે 30 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ મિરરના અહેવાલ મુજબ, હૃિતિકે આ ફ્લેટ સમીર ભોજવાની નામના બિલ્ડર પાસેથી ખરીદ્યા હતા. 2 એપાર્ટમેન્ટની સાથે, તેને 6500 ચોરસ ફૂટનો ઓપન ટુ ધ સ્કાય ટેરેસ, 10 પાર્કિંગ સ્લોટ અને એક એક્સક્લુઝિવ લિફ્ટ પણ મળી હતી. હૃિતિક રોશને 2023 માં આ ઘરનું રિનોવેશન કરાવ્યું હતું. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે હૃિતિક ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે અહીં શિફ્ટ થશે. જોકે, હવે અહીં ફક્ત સબા આઝાદ જ રહેશે. તમને જણાવી દઈએ કે પત્ની સુઝાન ખાનથી છૂટાછેડા લીધા પછી, હૃિતિકરોશન 2022 થી ગાયિકા અને અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. સબા આઝાદ હૃિતિક કરતા 12 વર્ષ નાની છે. હૃિતિક 51 વર્ષનો છે, જ્યારે સબા માત્ર 39 વર્ષની છે.
Click here to
Read more