સોનાની દાણચોરીના કેસમાં કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ 102 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સહ-આરોપી તરુણ કોંડારાજુને 63 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે જ્વેલર્સ સાહિલ સાકરિયા જૈન અને ભરત કુમાર જૈનને 56-56 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પીટીઆઈ અનુસાર, ડીઆરઆઈના અધિકારીઓ મંગળવારે બેંગલુરુ સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને દરેક આરોપીને 250 પાનાની નોટિસ અને 2,500 પાનાનું એનેક્સચર આપ્યું. DRIના સૂત્રોએ જણાવ્યું કે, '11,000 પાનાના દસ્તાવેજો તૈયાર કરવાનું ખૂબ જ કપરું કામ હતું.' રાન્યા રાવ 3 માર્ચે દુબઈથી પરત ફરતી વખતે સોના સાથે પકડાઈ હતી. જુલાઈમાં તેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સજા ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ (COFEPOSA) હેઠળ સંભળાવવામાં આવી હતી. મંગળવારે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે આગામી સુનાવણી 11 સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે. નોંધનીય છે કે, જ્યારે રાન્યાને જુલાઈ મહિનામાં સજા ફટકારવામાં આવી હતી, ત્યારે તેને સજાના સમગ્ર સમયગાળા દરમિયાન જામીન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. અગાઉ 20 મેના રોજ, બેંગલુરુની એક કોર્ટે રાન્યા અને સહ-આરોપી તરુણ કોંડારાજુને પ્રક્રિયાગત આધારો પર ડિફોલ્ટ જામીન આપ્યા હતા. આનું કારણ એ હતું કે, DRI નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ કરી શક્યું ન હતું. કોર્ટે તેમને 2 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર ડિફોલ્ટ જામીન મંજૂર કર્યા. તેમને દેશ છોડીને ફરી ગુના કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જોકે, જામીન મંજૂર થયા છતાં રાણ્યા અને તરુણને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. COFEPOSA કાયદા હેઠળ, માત્ર શંકાના આધારે એક વર્ષ સુધીની નિવારક અટકાયત મંજૂર કરી શકાય છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, રાણ્યાની જામીન અરજીઓ અગાઉ ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. 14 માર્ચે સ્પેશિયલ ઇકોનોમિક ઓફેન્સ કોર્ટ, 27 માર્ચે સેશન્સ કોર્ટ અને 26 એપ્રિલે કર્ણાટક હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. શું છે આખો મામલો? કન્નડ અભિનેત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાણ્યા 3 માર્ચે બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઉતરી હતી. સાંજે ૬ વાગ્યાની આસપાસ, રાણ્યા એક્ઝિટ ગેટ તરફ ગઈ. બહાર નીકળવા માટે, તે ગ્રીન ચેનલ તરફ ગઈ. ગ્રીન ચેનલ એવા મુસાફરો માટે છે જેમની પાસે ચેક કરવા માટે કોઈ સામાન નથી. રાન્યા પહેલા પણ આ જ રીતે એરપોર્ટની બહાર આવતી હતી. તે દિવસે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ના અધિકારીઓએ તેને રોકી. પૂછ્યું- શું તમારી પાસે સોનું છે કે બીજું કંઈ એવું છે જે બતાવી શકો? રાન્યાએ જવાબ આપ્યો- ના. આ વાતચીતથી દરમિયાન રાન્યાના ચહેરા પર ગભરામણ દેખાવા લાગી હતી. અધિકારીઓને શંકા ગઈ. તેમણે બે મહિલા અધિકારીઓને બોલાવી અને રાન્યાને તપાસવા કહ્યું. જ્યારે તેને ચેક કરવામાં આવી આવી, ત્યારે તેના શરીરના જુદા જુદા ભાગોમાં સોનું મળી આવ્યું. તેની પાસેથી કુલ 14.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા જેટલી થાય છે . રાન્યાને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવી. ત્યારથી રાન્યા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યાએ જણાવ્યું છે કે તે યુરોપ, અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોની ઘણી વખત મુલાકાત લઈ ચૂકી છે. તેણે આનું કારણ મોડેલિંગ ફોટો શૂટ અને રિયલ એસ્ટેટ સંબંધિત કામ ગણાવ્યું હતું. રાન્યા હાલમાં બે સહ-આરોપી તરુણ રાજુ અને સાહિલ સાકરિયા સાથે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ કેસની તપાસ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. સરકારે 22 એપ્રિલના રોજ COFEPOSA હેઠળ અટકાયતનો આદેશ જારી કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે રાન્યાએ 2023 થી 2025 દરમિયાન એકલા 34 વખત દુબઈની મુલાકાત લીધી હતી. કેસની ટાઇમલાઇન પર એક નજર-
Click here to
Read more