માર્કેટ વેલ્યુએશન દ્રષ્ટિએ, દેશની ટોપ-10 કંપનીઓમાંથી 8 કંપનીઓની માર્કેટ વેલ્યુમાં ગયા સપ્તાહના કારોબારમાં રૂ. 1.69 લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે 2 કંપનીઓની વેલ્યુમાં રૂ. 13,883 કરોડનો ઘટાડો થયો છે. આ દરમિયાન, બજાજ ફાઇનાન્સની વેલ્યુ સૌથી વધુ રૂ. 40,788.38 કરોડ વધીને રૂ. 6.24 લાખ કરોડ થઈ. ઇન્ફોસિસની વેલ્યુ રૂ. 33,736.83 કરોડ વધીને રૂ. 6.33 લાખ કરોડ થઈ. TCSની વેલ્યુમાં ₹30,970 કરોડનો વધારો થયો TCSની વેલ્યુ ₹30,970.83 કરોડ વધીને 11.33 લાખ કરોડ રૂપિયા થઈ છે. જ્યારે માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વેલ્યુ ₹27,741.57 કરોડ વધીને 18.87 લાખ કરોડ રૂપિયા પહોંચી છે. HUL અને LICની માર્કેટ વેલ્યુમાં ઘટાડો થયો આ દરમિયાન, ગયા અઠવાડિયે HULના શેરમાં વેચવાલી જોવા મળી હતી અને તેની વેલ્યુ ₹12,429.34 કરોડ ઘટીને ₹6.06 લાખ કરોડ થઈ હતી. આ દરમિયાન, LICની વેલ્યુ ₹1,454.75 કરોડ ઘટીને ₹5.53 લાખ કરોડ થઈ હતી. શુક્રવારે સેન્સેક્સમાં 355 પોઈન્ટનો વધારો થયો હતો શુક્રવાર, 12 સપ્ટેમ્બરના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 81,904 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 108 પોઈન્ટનો વધારો થયો હતો. તે 25,114 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 19 શેર વધ્યા અને 11 શેર ઘટ્યા. નાણાકીય સેવાઓ, મેટલ, ફાર્મા, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. માર્કેટ કેપિટલાઈઝેશન શું છે? માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ એઉટસ્ટેન્ડિંગ શેર એટલે કે, હાલમાં તેના શેરધારકો પાસે રહેલા બધા શેરનું મૂલ્ય છે. તેની ગણતરી કંપનીના કુલ જારી કરાયેલા શેરની સંખ્યાને તેમની કિંમતથી ગુણાકાર કરીને કરવામાં આવે છે. આ વાતને એક ઉદાહરણથી સમજો... ધારો કે... લોકોએ બજારમાં કંપની 'A' ના 1 કરોડ શેર ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા હોય, તો કંપનીનું બજાર મૂલ્ય 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે. શેરના ભાવમાં વધારો કે ઘટાડો થવાને કારણે કંપનીઓની માર્કેટ વેલ્યુ વધે છે કે ઘટે છે. આના બીજા ઘણા કારણો છે... 1. માર્કેટ કેપમાં વધારો થવાનો અર્થ શું થાય છે? 2. માર્કેટ કેપમાં ઘટાડો એટલે શું? 3. માર્કેટ કેપમાં વધઘટ કંપની અને રોકાણકારો પર શું અસર કરે છે? કંપની પર અસર: મોટી માર્કેટ કેપ કંપનીને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં, લોન લેવામાં અથવા અન્ય કંપનીઓને હસ્તગત કરવામાં મદદ કરે છે. બીજી બાજુ, નાની અથવા ઓછી માર્કેટ કેપ કંપનીની નાણાકીય નિર્ણયો લેવાની ક્ષમતા ઘટાડે છે. રોકાણકારો પર અસર: રોકાણકારોને માર્કેટ કેપમાં વધારાનો સીધો ફાયદો થાય છે કારણ કે તેમના શેરની કિંમત વધે છે. જોકે, માર્કેટ કેપમાં ઘટાડો થવાથી નુકસાન થઈ શકે છે, જેના કારણે રોકાણકારો તેમના શેર વેચવાનું નક્કી કરી શકે છે. ઉદાહરણ: જો TCS નું માર્કેટ કેપ ₹12.43 લાખ કરોડથી વધે, તો રોકાણકારોની સંપત્તિમાં વધારો થશે, અને કંપનીને ભવિષ્યના રોકાણો માટે વધુ મૂડી મળી શકે છે. પરંતુ જો માર્કેટ કેપ ઘટે, તો તેને નુકસાન થઈ શકે છે.
Click here to
Read more