પંજાબમાં પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેવામાં બોલિવૂડ એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝે 10 ગામોને દત્તક લીધા છે. ઉપરાંત બુધવારે દિલજીતના સાંજ ફાઉન્ડેશન અને ગ્લોબલ શીખ સંસ્થાએ ગુરદાસપુરમાં રાવી નદીના તૂટેલા ધુસ્સી બંધના સમારકામનું કામ શરૂ કર્યું. આ સાથે, 10 ગામોના પુનર્વસનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. દીનાનગરના ઠટ્ઠી ફરીદપુર ગામમાં ક્ષતિગ્રસ્ત ધુસ્સી બંધનું કામ અરદાસ સાથે શરૂ કરવામાં આવ્યું. સાંજ ફાઉન્ડેશનના સોનાલી સિંહ અને ગ્લોબલ શીખ સંસ્થાના અમરપ્રીત સિંહે એસડીએમ જસપિંદર સિંહની હાજરીમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, પંજાબમાં જ્યાં પણ જરૂર પડશે, ક્ષતિગ્રસ્ત ધુસ્સી ડેમ અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. ધુસ્સી ડેમ 14 જગ્યાએ તૂટી ગયો
દીનાનગરમાં 14 જગ્યાએ ધુસ્સી ડેમ તૂટી ગયો છે. વહીવટી તંત્રે મકોડા પત્તન ખાતે સમારકામ શરૂ કરી દીધું છે. એસડીએમ જસપિંદર સિંહે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર આ સંસ્થાઓને સંપૂર્ણ ટેકનિકલ મદદ પૂરી પાડશે. રામદાસ વિસ્તારમાં પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પાણી ઓસરી ગયા પછી જ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાશે. સોનાલી સિંહે કહ્યું કે, દિલજીત દોસાંઝ પંજાબ સાથે છે. અમરપ્રીત સિંહે કહ્યું કે, બંને સંગઠનો સાથે મળીને આ ઉમદા કાર્ય પૂર્ણ કરશે.
Click here to
Read more