10 મહિના પહેલાં જ શેફાલીની કુંડળીએ આપ્યો હતો સંકેત?:પારસ છાબડાએ કરી હતી ભવિષ્યવાણી, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
1 week ago

એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોત બાદ, તેમનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, 'બિગ બોસ' કન્ટેસ્ટન્ટ પારસ છાબડા તેમની કુંડળી જોવે છે. વીડિયોમાં પારસ કહે છે- ચંદ્ર, બુધ અને કેતુ તમારા 8મા ભાવમાં સ્થિત છે. ચંદ્ર અને કેતુનું સંયોજન સૌથી ખરાબ છે. 8મું ભાવ નુકસાન, અચાનક મૃત્યુ, ફેમ, છુપાયેલા રહસ્યો અને તાંત્રિક બાબતો સાથે સંકળાયેલું છે. ચંદ્ર અને કેતુ તમારા માટે ખરાબ છે અને બુધ પણ તેમની સાથે સ્થિત છે. આ ચિંતા અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ સૂચવે છે. તે સમયે આ વાતચીતને હળવાશથી લેવામાં આવી હતી. હવે સોશિયલ મીડિયા પર આની ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું શુક્રવારે 42 વર્ષની વયે અવસાન થયું. અહેવાલો અનુસાર, તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જોકે, પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને તેમના પતિ પરાગ ત્યાગી સહિત ચાર લોકોના નિવેદનો નોંધ્યા છે. ફોરેન્સિક ટીમે શેફાલીના ઘરની પણ તપાસ કરી અને પુરાવા એકત્રિત કર્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ બે વાર કરવામાં આવ્યું છે. શેફાલીના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હિન્દુસ્તાની ભાઉએ તેની માતાની સંભાળ રાખી હતી. આ દરમિયાન, પરાગ ભાવુક થઈ ગયો અને મીડિયાને કહ્યું- મારી પરી માટે પ્રાર્થના કરજો. ભગવાન તેના આત્માને શાંતિ આપે.' કોણ છે શેફાલી જરીવાલા?
ગુજરાતી પરિવારમાં જન્મેલી અને આણંદમાં IT એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી શેફાલીનું 2002માં આવેલું ‘કાંટા લગા...’ રિમિક્સ ગીતે એક સનસનાટી મચાવી હતી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. 'કાંટા લગા...'ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેણે 2004માં 'મુજસે શાદી કરોગી' ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તે રિયાલિટી શો 'બિગ બોસ'ની 13મી સિઝનમાં પણ જોવા મળી.
Click here to
Read more