Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    'નાડી ધબકતી હતી પણ આંખો બંધ હતી':શેફાલી જરીવાલાની મિત્ર પૂજા ઘાઈએ ખોલ્યું રહસ્ય, કહ્યું- મોતના થોડા કલાકો પહેલાં વિટામિન Cની બોટલ ચડાવી હતી

    6 days ago

    3

    0

    'કાંટા લગા' ગીત ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. એક્ટ્રેસના અકાળે અવસાન પર ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈ બોલિવૂડ સ્ટાર્સમાં શોકની લહેર ફરી વળી છે. એવામાં એક્ટ્રેસની મિત્ર પૂજા ઘાઈએ મોતની થોડા કલાકો પહેલાંનું રહસ્ય ખોલ્યું છે. જેને સાંભળ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં પૂજા ઘાઈએ કહ્યું- 'મને લાગે છે કે કોઈ પર્સનલ વાત પર કોમેન્ટ કરવી યોગ્ય નથી, પરંતુ હું દુબઈમાં રહું છું અને તે સારું છે કે હવે હું એક્ટ્રેસ નથી તેથી મને તેની (યંગ દેખાવાની) જરૂર નથી, પરંતુ મને લાગે છે કે કેટલીક વ્યક્તિ સ્કિન ટ્રીટમેન્ટ લે છે અને કદાચ તેને તેની જરૂર છે. તે ખૂબ જ સામાન્ય છે. જો તમે દુબઈમાં અહીં શેરીઓમાં જુઓ તો પણ, ઘણા ક્લિનિક્સ અને સલુન્સમાં વિટામિન સી ડ્રિપ આપવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય પ્રોસેસ છે જે લોકો કરે છે તેમના માટે.' 'મોતના થોડા કલાકો પહેલાં વિટામિન Cની બોટલ ચડાવી હતી' તે દિવસે તેણે સ્કિન ટ્રીટમેન્ટ માટે વિટામિન Cની બોટલ ચડાવી હતી, પણ જેમ મેં કહ્યું- તેમ વિટામિન સી લેવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણે બધા વિટામિન C લઈએ છીએ ને? કોવિડ પછી, લોકોએ તેને નિયમિતપણે લેવાનું શરૂ કર્યું છે. હું પોતે પણ વિટામિન C લઉં છું. કેટલાક લોકો ગોળીઓ લે છે અને કેટલાક તેને IV ડ્રિપ દ્વારા લે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે- શેફાલીએ કયા સમયે ડ્રિપ લીધી હતી? ત્યારે પૂજાએ કહ્યું- 'મને બરાબર ખબર નથી કે તેણે કેટલી મિનિટો કે કલાકો પહેલાં ડ્રિપ લીધી હતી. મને ફક્ત એટલું જ ખબર છે કે તેને વિટામિન Cની બોટલ ચડાવવી હતી કારણ કે જ્યારે હું અંતિમ સંસ્કાર વખતે તેના ઘરે ગઈ ત્યારે પોલીસે તે ડ્રિપ આપનાર માણસને ફોન કરીને પૂછ્યું કે- તેણે તેને કઈ દવા આપી હતી. એટલે અમને ખબર પડી કે તેણે તે દિવસે IV ડ્રિપ લીધી હતી.' પોલીસે ડ્રિપ આપનાર વ્યક્તિને ફોન કર્યો હતો શું મૃત્યુ થયું ત્યારે તે માણસ હાજર હતો? આ પ્રશ્નના જવાબમાં પૂજાએ કહ્યું, "ના, તે સમયે તે ત્યાં નહોતો, પણ જ્યારે અમે ત્યાં હતા ત્યારે પોલીસે તેને બોલાવ્યો કારણ કે હેલ્પરએ કહ્યું હતું કે- તેણે IV ડ્રિપ લીધી છે, તેથી પોલીસે તરત જ તેને બોલાવ્યો અને તેની પૂછપરછ કરી. તે પોતાની આખી કીટ લઈને આવ્યો અને પોલીસને બતાવી. શેફાલીનું મૃત્યુ થયું ત્યારે તે ત્યાં નહોતો. મને ખબર નથી કે તે તે સમયે ત્યાં હતો કે નહીં, પણ જ્યારે પરાગ ઘરે આવ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું, ફક્ત હેલ્પર અને પરાગ જ હતા.' જ્યારે પૂજાને પૂછવામાં આવ્યું કે- શું તે ફક્ત વિટામિન સી હતું કે તેમાં ગ્લુટાથિઓન પણ હતું? પૂજાએ કહ્યું કે- મને ખબર નથી. પોલીસ પાસે આ વિગતો હોઈ શકે છે. કારણ કે આ પછી પોલીસે દરવાજો બંધ કરી દીધો અને પૂછપરછ શરૂ કરી. 'નાડી ધબકતી હતી પણ આંખો બંધ હતી' વધારેમાં પૂજાએ કહ્યું કે- રોજની જેમ શેફાલીએ ડિનર કરીને પરાગ (એક્ટ્રેસનો પતિ)ને કહ્યું- ડોગને વોક કરાવવા લઈજા. જેવો તે નીચે આવ્યો એવો તરત જ હેલ્પરનો ફોન આવ્યો કે- દીદીની તબિયત બરાબર નથી. પરાગ હેલ્પરની વાત સાંભળતાં જ તરત ઉપર આવ્યો. પરાગે કહ્યુ હતુ કે- નાડી ધબકતી હતી પણ આંખો બંધ હતી. એવું લાગતું હતું કે બોડીનું વેટ વધી રહ્યું છે. તો તેને લાગ્યું કે કઈક તો ગડબડ છે. ત્યારબાદ તે તરત તેને હોસ્પિટલ લઈ ગયો.
    Click here to Read more
    Prev Article
    FIFA Club World Cup: Simone Inzaghi Hails 'Extraordinary' Al Hilal After Manchester City Upset
    Next Article
    કર્ણાટકમાં CM પદ પર ફરી વિવાદ:ડે.CM શિવકુમારની નજીકના ધારાસભ્યનો દાવો- 100 ધારાસભ્યો તેમની સાથે; ખડગેએ કહ્યું- CM બદલવાનો નિર્ણય હાઇકમાન્ડ લેશે

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment