'ઇન્ડસ્ટ્રીમાં 36-48 કલાક સતત કામ કરવું સામાન્ય છે':દીપિકા-સંદીપના વર્કિંગ અવર્સ વિવાદ પર રશ્મિકા મંદાનાનું રિએક્શન, 'કેટલા કલાક કામ કરવું એ વ્યક્તિગત પસંદગી'
14 hours ago

'સ્પિરિટ' ફિલ્મમાં કામ કરવાના કલાકો અંગે દીપિકા પાદુકોણ સાથે મતભેદ થયા બાદ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ એક્ટ્રેસની ફિલ્મમાંથી હકાલપટ્ટી કરી હતી. આ વિવાદના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સના કામના કલાકો અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે 'એનિમલ' ફેમ રશ્મિકા મંદાનાએ આ વિષય પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રમાણે બદલાતા કામના કલાકો અને પોતાના અનુભવ શેર કર્યા છે. 'સાઉથમાં અમે નોકરીની જેમ 9થી 6 સુધી શૂટિંગ કરીએ છીએ' બરખા દત્ત સાથેની વાતચીતમાં રશ્મિકાએ રીજનલ (પ્રાદેશિક) સિનેમા અને બોલિવૂડની કામ કરવાની પદ્ધતિનો તફાવત જણાવ્યો હતો. એક્ટ્રે કહ્યું, 'મેં ઘણી બધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. ઉદાહરણ તરીકે સાઉથમાં તેલુગુ ઇન્ડસ્ટ્રી, કન્નડ ઇન્ડસ્ટ્રી અને તમિલ ઇન્ડસ્ટ્રી, ત્યાં અમે ઓફિસની જેમ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી કામ કરીએ છીએ. શૂટિંગ પછી અમે અમારા પરિવાર સાથે સમય વિતાવીએ છીએ, ઊંઘી જઈએ છીએ અને બીજા દિવસે શૂટિંગ માટે જઈએ છીએ. જ્યારે બોલિવૂડમાં મને સમજાયું છે કે, સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કામ થાય છે. અહીં 12 કલાકની શિફ્ટ છે, હવે એક એક્ટર તરીકે મારી કંપનીની જરૂરિયાત પ્રમાણે હું આ બંને વર્કિંગ અવર્સ પ્રમાણે કામ કરી શકું છું.' 'દરેક ફિલ્મ પહેલા જ તેની ચર્ચા થઈ જવી જોઈએ' બોલિવૂડમાં 8 કલાકની શિફ્ટ મોડેલ માટે વધતી જતી માંગણીઓ વચ્ચે રશ્મિકાનું કહેવું છે કે, ફિલ્મ શરૂ થાય તે પહેલા જ આ બાબતે નિર્ણય લેવો જોઈએ. એક્ટ્રેસે કહ્યું, 'આજે આખો દેશ ફ્લેક્સીબલ વર્કિંગ અવર્સ સહિતની વસ્તુ વિશે ચર્ચા કરી રહ્યો છે, પણ ટીમ દ્વારા તે અંગે અગાઉથી જ ચર્ચા કરી લેવી જોઈએ કે તેમની માટે શું યોગ્ય રહેશે.' 'કામના કલાકો સહિતની બાબતો તેમની વ્યક્તિગત પસંદગીઓ છે, તેવું હું માનું છું. મને લાગે છે કે, દરેક ફિલ્મમાં તે વિશે ચર્ચા થઈ જોઈએ અને કઈ વ્યક્તિ દિવસમાં કેટલા કલાક કામ કરવા માંગે છે, તે અંગે રસ્તો ખુલ્લો હોવો જોઈએ.' 'ઇન્ડસ્ટ્રીમાં સતત 36-48 કલાક કામ કરવું ખૂબ સામાન્ય છે' સાથે જ રશ્મિકાએ એ કિસ્સા પણ શેર કર્યા, જ્યાં 9 કે 12 કલાકની શિફ્ટના બદલે એક્ટર્સ કલાકોના કલાકો સતત કામ કરતા હોય છે. રશ્મિકાએ કહ્યું 'કેટલિક ફિલ્મોમાં તમે સવારે 9થી રાત્રે 9 સુધી કામ ચાલુ કરો છો, પણ તે કામ વાસ્તવમાં બીજા દિવસના રાત્રે 9 વાગ્યે પુરું થતું હોય છે, એટલે કે તમે ખરેખર 36-48 કલાક સુધી કામ કરો છો. આ એવી ફિલ્મો હોય છે, જ્યાં આપણે 24 કલાક કામ કરીએ છીએ, જે ખૂબ સામાન્ય છે.' રશ્મિકાએ આગળ કહ્યું, 'આજે જ્યારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે હું જાણું છું કે, ઘણા લોકોના તેના વિશે અલગ અલગ મંતવ્યો છે, દરેક પોતાની જગ્યાએ યોગ્ય છે. પણ એ વાજબી છે કેસ તમે તમારા ડિરેક્ટર પાસે જાઓ અને કહો કે, ઓકે, આ ટાઇમફ્રેમ એવો છે, જેમાં હું કામ કરવા માંગુ છું. શું આપણે આ કરી શકીએ. અલબત આ તેમની વ્યક્તિગત ચર્ચા છે, પણ આ બાબત પર થોડો પ્રકાશ પાડવા માટે, આનાથી પણ ખરાબ હાલત હોય છે, જ્યાં તમારે ઘરે ગયા વિના કે ઝોંકુ ખાધા વિના પણ 2-3 દિવસ કામ કરવું પડે છે.'
Click here to
Read more