હિમાચલમાં 17 દિવસમાં 19 વખત આભ ફાટ્યું, 82નાં મોત:બદ્રીનાથ હાઇવે બંધ; રૂદ્રપ્રયાગમાં ભારે વરસાદ, અલકાનંદા બે કાંઠે વહેતી થઈ, સ્કૂલો બંધ
11 hours ago

હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી 6 જુલાઈ સુધીમાં વાદળ ફાટવાની 19 ઘટનાઓ બની હતી. 23 વખત પૂર અને ભૂસ્ખલનના 19 બનાવો બન્યા હતા. વરસાદ, પૂર, ભૂસ્ખલન અને તેના કારણે થયેલા માર્ગ અકસ્માતોને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 82 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 269 રસ્તાઓ બંધ છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઇવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે નંદપ્રયાગ અને કર્ણપ્રયાગ નજીક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સલામતી માટે વાહનોને રોકવામાં આવ્યા છે. કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે, પરંતુ વરસાદને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશમાં મજબૂત સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે, ચોમાસુ ભારે વરસાદ પડી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહડોલમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. મોડીરાત્રે 3 હજારથી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ઘણું નુકસાન થયું છે. આજથી રાજસ્થાનમાં ચોમાસુ ફરી વેગ પકડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પર એક સાઈક્લોનિક સર્ક્યુકેશન રચાયું છે, જે હવે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. રવિવારે, કરૌલીના મહાવીરજીમાં 30 મીમી, ચુરુમાં 32.4 મીમી, બાંસવાડાના અર્થુવાનામાં 35 મીમી વરસાદ પડ્યો હતો. છત્તીસગઢના સુરગુજા ડિવિઝન વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અંબિકાપુરમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘણી કાર ત્રણ ફૂટ સુધી પાણીમાં ડૂબી ગઈ છે. નેશનલ હાઈવે 343, અંબિકાપુર-રાજપુર મુખ્ય માર્ગ પર પુલ પરથી નદીઓ વહી રહી છે. રાજ્યોના હવામાન ફોટા... દેશભરમાં હવામાનની સ્થિતિ જાણવા માટે, આ બ્લોગ વાંચો...
Click here to
Read more